મુક્તિધામ

દરેક ધર્મો સ્વર્ગ ની વાત કરે છે. સ્વર્ગ એટલે મારી દ્રષ્ટીએ અતિ સુંદર સ્થળ, જ્યા મનુષ્યવૃતિ નહી પણ દૈવી તત્વની સાક્ષાત અનુભૂતિ થાય, જ્યા પહોચીને આપણે દુન્યવી માયા વિસરી જઈએ .

આવી એક જગ્યા , જેને હું આ પૃથ્વી પર નું સ્વર્ગ કહી શકું એટલે કે મુક્તિધામ –જોમસમ.

આપણા માંથી બહુ ઓછા એ આ જગ્યા વિષે વાંચ્યું અથવા સાંભળ્યું હશે,પરંતુ હ્નું,જે જોયું એ વર્ણવું છું.દેવોની ભૂમિ નેપાળમાં એક અતિરમણીય સ્થળ છે,જેને “પોખરા” ના નામથી ઓળખવા માં આવે છે .પોખરા ઘણા બધા કારણો થી પ્રખ્યાત છે .જો તમે પેરાગ્લાઈડીંગ વોટર સ્પોર્ટ્સ  કે પછી હેલીકોપ્ટર થી હિમાલય દર્શન કરવા માંગતા હોવ તો આનાથી વધારે ઉત્તમ કોઈ સ્થળ આ પૃથ્વી પર નથી.

પણ આપણે જેની વાત કરી રહયા છીએ એ મુક્તિધામ જવાની યાત્રા માર્ગ અહીંથી શરુ થાય છે. પોખરામાં એક નાનકડું વિમાન મથક છે. ત્યાંથી આપણે જોમસમ પહોંચવાનું છે.

પોખરાથી જોમસમ પહોચવું એટલે સાક્ષાત પૃથ્વીલોકથી સ્વર્ગલોકમાં પહોચવું . નાનકડા પ્રઈવેટ હેળેકોપપ્ટેરમાં  પહેલા તો અપને બુકીંગ કરવુવું પડે છે. કેમકે દિવસ દરમિયાન માત્ર સવારે ૬ થી ૯ દરમિયાન ૨-૩  વિમાન પોખરાથી જોમસમ આવી શકે છે. અને બે વિમાન જોમસમથી પાછા પોખરા આવે છે. આ સિવાય બીજું કોઈ જ રસ્તો નથી ત્યાં સદેહે પહોચવાનો, વાતાવરણ અતિશય ખરાબ હોય છે. હિમવર્ષા રોજ જ  થાય છે અમે ૧૬ જણાજયારે ૭ વાગે જોમસમ પહોચ્યા ત્યારે હિમાલયને ખુબ જ નજીકથી પાર કરીને જોમસમ પહોચવાનું સોભાગ્ય મળ્યું. સવારના સોનેરી કિરણોમાં ત્યારે હિમાલયનું સોંદર્ય અદ્વિતીય લાગી રહ્યું હતું જોમસમ એટલે કે એ સુંદર જગ્યા જયા ૩ તરફ હિમાલય દેખાય છે. અને બીજી બાજુ કાલી ગંડકી નદી આવેલી છે. હિન્દુ ધર્મમાં જેને શાલીગ્રામ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. એ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થાય છે. ચીનમાં બુધ્ધિસમમા શાલીગ્રામને બે ભાગમાં વહેચી અંદરના ચક્રની પૂજા કરવામાં આવે છે. પર્વત ચઢાણ છે. જેમાં પથરો તો ક્યારેક પાણી તો ક્યારેક કાચા રસ્તા પરથી જીપ પસાર થાય ત્યારે આખો આપ જ મીચાઈ જાય અને મન ઈશ્વરને યાદ કરવા લાગે છે. એ પર્વતોમાં રસ્તો જ નથી છતા જીપ જેમ તેમ કરી ૧૬ ITM નું ચઢાણ ૩-૪ કલાકમાં પૂરું કરી શકે છે. એકજ સફરમાં Adventure nature, yatra , Hillstation બધું જ આવી જાય છે. ૩ કલાક નું જીપ Adventure પત્યું અને ચઢાણ શરું થયું, કલાક જેવું ચાલીને જયારે મુક્તિધામમાં પહોચો તો જીવતા જીવત સ્વર્ગ નો અનુભવ લાગે. ત્યાં 108 જેટલા નાના-મોટા ધોધ છે. નાનું એવું ગોમપા છે. જેમાં હિન્દુઓ એને વિષ્ણું ભગવાન તો ઘણા બુધ્ધ ભગવાન માની ને પૂજે છે. મને કયા ઈશ્વર છે એ ચર્ચા માં નથી જવું પણ એક અલગ પ્રકાર નું ખેચણ મે ત્યાં અનુભવ્યું. વર્ષો થી મનુષ્ય જે શાંતિ, સૌંદર્ય ને પ્રાપ્ત કરવા માંગે છે એ આજ જગ્યા છે. અને ઘણા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામેલા પ્રિયજનોના શ્રાદ્ધપણ કરાવે છે. અમે પણ એમાં જોડાયા.

આત્મા ને મુક્તિ  ‘મોક્ષ’ પ્રાપ્ત કરાવતી જગ્યા એટલે મુક્તિનાથ નું મુક્તિધામ.

આજે પણ જોમસોમનું એ નાનકડું વિમાનમથક, મત્સાંગનો કાચો પર્વતવાળો રસ્તો, દુનિયા ભરના દેશમાં થી આવતા પર્વતારોહકો અને આ બધા થી અલગ ‘મુક્તિધામ’ અદ્દભૂત શાંતિ અને સુંદરતા થી ભરેલું સ્થળ મારા દિલ અને દિમાગમાં વસેલું છે. આજ એ સ્થાન છે જેને આપણે સૌ અંદરથી ઝંખીએ છીએ.

Comments

Leave a Reply

Be the First to Comment!

avatar

wpDiscuz