સાચું સોનું

હિન્દુ મહાકાવ્ય રામાયણ માં જેનું અદૂભૂત વર્ણન છે, એ સોને મઢેલી લંકા ની વાત કરેલી પરંતુ અત્યાર ના યુગ માં જયારે શ્રીલંકા નીસફર કરી તો મેં જે જોયું, જાણ્યુંઅને સમજ્યું એ Perpective અંહી બતાવું છું.

‘શ્રી’ એટલે સોના અને રત્નોના પ્રકાશ થી ઝળહળતી એવો અર્થ કરવામાં આવે છે. હિન્દુ મહાકાવ્ય રામાયણ પણ એને સોને થી મઢેલી વર્ણવી છે.

જે પછી એ નાશ પામતી ગયી એમ માનવા મા આવે છે પરંતુ મારા મન મુજબ એ સોનું કે જે સાચું સોનું છે આજે પણ ત્યાં પુષ્કળ પ્રમાણ માં છે, એને માટે બસ એક નજર અને સમજણ ની જરૂર છે.

WhatsApp-Image-20160720 (7)શ્રીલંકા ની ચારે તરફ સમુદ્ર છે, પુષ્કળ વરસાદ વાળી ઋતુ છે. એટલે કે મોટા ભાગ ના દેશો માં જેની અછત છે એ ‘પાણી’ જેને હું કુદરતી સોનું માનું છું તે અહીં લખલૂટ પ્રમાણમાં છે.Colombo, Jafna, Bentota આવા દરિયા કિનારા ની માણવા લાયક અદૂભૂત જગ્યાઓ છે.Bentota તો એમાં એક અલગ જ સ્થળ છે જેની ત્રણેય બાજુ દરિયો અને એક બાજુથી એ જમીન થી જોડાયેલું છે. તેમજ Water Sports જેવી Activities  માટે વિશ્વભર માં પ્રખ્યાત છે.

આ સિવાય આપણાં આરોગ્ય લગતી જરૂરી જડીબુટ્ટીઓ અહીં અસંખ્ય પ્રમાણ માં કુદરતી રીતે જ ઉગે છે. રામાયણ માં પણ સંજીવની નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંખ, નાક, વાળ, હાથ-પગ અને દરેક પ્રકાર ના રોગ સામે રોગ-પ્રતિકારક શક્તિ કુદરતી રીતે જ કેળવી શકાય એવી જડીબુટ્ટી અને દવાઓ મળે છે.

કેટલાય ગવર્મેન્ટ ના કેન્દ્રો આવીજડીબુટ્ટીઓ માંથી દવાઓ બનાવી ને પુષ્કળ પ્રમાણ માં વેચાણ અને, કમાણી કરે છે. પણ મારા પ્રમાણે તો આ જડીબુટ્ટીઓ આરોગ્ય પ્રદાન કરતુ સોનું છે.

કુદરતી રત્નો જેને આપણે Gems & Stones કહીયે છીએ, એની તો ત્યાં ખાણ છે અને દરેક રંગરૂપ અને પ્રકાર ના કીમતી Stones પુષ્કળ પ્રમાણ માં પ્રાપ્ર્ત થાય છે. આ દવાઓ અને  Stones ની ફેક્ટરિયો નું HUB છે.ત્યાં અગણિત નાની-મોટી Gems & Stones ની ફેક્ટરિયો આવેલી છે.
WhatsApp-Image-20160720મરી-મસાલા, તજ-તેજાના ના તો શ્રીલંકા માં વન આવેલા છે. જેમાં અહીં ઉગતું Cinemonતોઆખા વિશ્વ માં પ્રસિદ્ધ છે. મધ, તેજા ના અને અલગ-અલગ પ્રકાર ના OILS ની અહીં લાઈન લાગેલી છે. આ બધું જ આજ નાશ્રીલંકા માં કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે.Bentotaમાં આવેલા નાના-નાના ટાપુઓ માં એક તો પોતે જCinemonIsland છે.

દરેકમનુષ્યો આજે એને Consume કરે છે, આપણેસૌ ગ્રીન ટી તો વ્હાઇટ ટી કેબ્લેક ટી અથવામીલ્ક ટી નું સેવન કરીએ છીએ. એ ટી ના બગીચાઓ અડધા શ્રીલંકા માં આવેલા છે.BRITISH COMPANIES એ એની ફેક્ટરિયો નાખેલી છે. એને પુષ્કળ પ્રમાણ માં ચા નું PRODUCTION અને EXPORT કરે છે.Nuruwa-E-liya અને એની આજુ-બાજુ ના પર્વતો માં માત્ર ને માત્ર ‘ચા’ ના બગીચા અને ફેક્ટરિયો થી જ ભરાયેલા છે.

રામાયણ માં સીતાજી ને જ્યાં કેદ કરવામાં આવે છે, એ અતિસુંદર સ્થળ અશોકવાટિકા જ્યાંદરેક પ્રકાર ના ફળ અને ફૂલો થાય છે. આજેએ અશોકવાટિકા ને.Nuruwa-E-liyaકહેવામાં આવે છે. ત્યાં ના Vibrations જ એટલા સુંદર છે કે જો તમે સુંદરકાંડ જાણતા ને સમજતા હોવ તો તમને સાચે માં અહેસાસ થાય કે એ આ જ જગ્યા છે. અતિસુંદર ફૂલો ના બાગ-બગીચાઓ તેમજ ફળો જેવા કે JACK-FRUIT, BANANA, MANGOES, WATER-MELON, PAPITA, CHICKOO, PINAPALE ETC..  જે નામ લો તે પ્રકાર ના ફાળો ના વન અહીં છે અને રસ્તા માં કેરી અને પાઈનેપલ ના ઢગલા થતા જોયા છે અને તે પણ પાંદડા પડ્યા હોય એમ માની ને લોકો પસાર થતા હોય છે.WhatsApp-Image-20160720 (1)

જે અતિ મૂલ્યવાન કેરી ની આપણે આતુરતા થી ઉનાળા માં રાહ જોઈએ છીએ એ તો ત્યાં બારે માસ ઉગે છે અને એ પણ
પુષ્કળ પ્રમાણ માં…

WhatsApp-Image-20160720 (2)VEGETABLES & HERBS અહીં જંગલ માં જ ઉગી નીકળે છે. જે બતાવે છે કે આપણી જેમ ORGANIC FRUITS અને VEGIES એમને જરૂર નથી. PERSONALLY મારી વાત કરું તો,મને શ્રીલંકા નું VEG-FOOD  ભાવ્યું કેમ કે સ્વાદ માં મને કુદરતની મહેક આવી અને આજે આવા VEGETABLESમળવાએ મારા માટે સોના ના ખજાના મળવા બરાબર છે.

શ્રીલંકા ના લોકો કોટન ના સુંદર વસ્ત્રો બનાવી શકે છે, તેઓ બારીક, વેજીટેબલ પ્રિન્ટ માંથી પણ સુંદર રચનાઓ કરી શકે છે.

સારું જીવન જીવવા માટે પીળી ધાતુ ના સોના ની જરૂર નથી પણ કુદરતી સાચા સોના ની જરૂર છે જે શુદ્ધ હવા, પાણી, વરસાદ, ફળો, શાકભાજી, ફૂલો, જડીબુટ્ટી, તેજાના, મરી-મસાલા ના સ્વરૂપ માં શ્રીલંકા માં પુષ્કળ પ્રમાણ માં મોજુદ છે. કોને ખબર દૂરદ્રષ્ટિ વાળા વાલ્મીકીજી આ જ સોના ની વાત કરતા હોય તો?

ઘણી વખત આપણે ફરવા જઈએ છીએ ત્યારે માત્ર ફોટા અને શોપીંગ માં જ રચ્યા-પચ્યાહોઈએ છીએ એ સ્થળ ને માણવાનીકે સમજવાની તૈયારી સાથે નથી જતા તો એ ખરેખર એ જગ્યા નું અવમુલ્યન છે. સાચો પ્રવાસી સ્થળ ને PHOTOGRAPHS માં નહી પણ આંખો થી CAPTURE કરી હૃદયરૂપી MEMORY રાખે છેWhatsApp-Image-20160720 (6).

Comments

Leave a Reply

Be the First to Comment!

avatar

wpDiscuz